History of Benap

   
બેણપ ગામનો પ્રાચીન - અર્વાચીન ઇતિહાસ 



      ગુજરાતના જિલ્લાઓ પૈકી બનાસકાંઠાં જિલ્લાની પશ્ચિમે (વાવ ) હાલ સુઇગામ તાલુકાની  સરહદેથી ૭ કિ.મી. અને કચ્છના નાના રણમાં આવેલ નડાબેટ થી ૨૫ કિ.મી.ના અંતરે પુર્વમાં આવેલ આ બેણપ ગામએ પૂર્વે બેનાતટ નગરી હતી. 
      દ્વાપર યુગના અંતમાં ૫૨૦૦ વર્ષ પુર્વે ઇ.સ. પુર્વે ૩૨૦૦ વર્ષ પહેલા આ જ્ગ્યા ઉપર શોણિતપુર નામનુ દાનવ રાષ્ટ્ર્નુ પ્રસિધ્ધ નગર હતુ. ભક્ત પ્રહલાદ પછી જે પેઢીઓ થયેલ તેમા દાનવ સમ્રાટ બલીના પુત્ર બાણાસુર નું વિશાળ સામ્રાજ્ય તેનુ પાટનગર શોણિતપુર મહા વૈભવશાળી નગર હતુ.અસુર સમ્રાટ રાજા બાણાસુરની પુત્રી ઓખા સ્વપનમાં દ્વારકા નરેશ શ્રીક્રુષ્ણના પૌત્રા અનિરુધ્ધ સાથે વિવાહ થયેલ.જે વારંવાર સ્વપ્નમાં પુનરવર્તન થતા પ્રધાનપુત્રી ચિત્રલેખએ ભારતન તમામ સમ્રાટો, ભુપતીઓનાં ચિત્ર જોઇ અને ઓળખી બતવેલ તેના આધારે ચિત્રલેખા અનિરુધ્ધને દ્વારકાથી ઉપાડી લાવેલ. જેની બાણાસુરને જાણ થતા તેણે અનિરુધ્ધને કેદ કરેલ.જે શ્રીક્રુષ્ણને જાણ થતા પૌત્રને છોડાવવા શોણિતપુર  ઉપર ચડાઇ કરેલ અને બણાસુર રાક્ષસનો નાશ કરેલ.ત્યારબાદ કાળક્રમે શોણિતપુર માંથી રાજા બાણાસુર ની નગરી બેનાતટ નગરનુ નામ પડેલ.અને આ બેનાતટ નગર એ સમયનુ વેપાર સામ્રાજ્યનું ધીક્તું બંદર ગણાતું.
    જૈન ધર્મના પુસ્ત્કોના આધાર પ્રમાણે મગધ(બિહાર)ના પાટલીપુત્ર (પટ્ટણા)ના મહારાજા શ્રેણિકના પુત્ર અભયકુમારનુ મોસળ આ બેનાતટ નગર હતું તેવા આધારો મળે છે. અભયકુમાર તે સમયનો મહાન વેપારી તથા જ્ઞાની શ્રેષ્ટી પણ હતો. તે ધણો સમય બેનાતટ નગરમાં રહ્યાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
    નગરની પશ્ચિમે સમુદ્ર હતો તેમજ બંદર પણ  હતુ. અહિ મહાન શ્રેષ્ટી ઓ હતા. ધણા ધનવાન શ્રેષ્ટીઓ વહાણ અને હોડિઓ દ્વારા જાવા, સુમાત્રા અને મલાયા સુધી વેપાર જૈનોનાં વિશાળ  દેરાસરો હતા. તેમજ ૨૪ તિથૅકરો નાં ૨૪ નાના મંદીરો પણ હતં. જે કાળ ક્રમે ભુક્મ કે બીજી કોઇ હોનારત થી દટાયેલ હસે આજે ખોદ્કામ કરતા આરસ્ના પ્થરોના સ્તંભો , થાભલાઓ અને તુટેલી મુર્તિઓ નાં અંગ ઉપાંગો નજરે પડે છે. 
     ત્યાર બાદ બેણપ ગામ ઉપર પ્રથમ બારડ રાજપુતો અને બોડાણા રાજપુતો   અડધી અડ્ધી જાગીર વહેચી ને રાજ્ય કરતા હતા. તેમના સમય મા તેરાજપુતો એ રાજસ્થાન થી નાડોલા વંસ્ના ચૌહાણ દરબારો ને લાવ્યા અને તેમને ગામનો વહીવટ કરવા ગામનુ શાસન આપ્યુ આગામ વાવ સ્ટેટ માં હતુ. તેમા ચૌહાણ બરબારો શાસન કરતા હતા. 
      હાલમાં બેણપ ગામથી પુ્ર્વ માં ૪૦૦ વર્ષ પુરાણુ શિવાલય છે. જે પંડ્યા જાતી ના ઔદિચ્ય બ્રામ્હણ નામે ભેમા ભાઇ એ સ્થાપન કરેલ જેથી તે ભેમેશ્વર મહાદેવ તરીકે ઓળખય છે. તેમજ ભેમાભાઇએ ગામ ખાતે તળાવ માટે જમીન અર્પણ કરેલ  હાલ બ્રાહ્મ્ણાસર તળાવ તરીકે ઓળખાય છે. જેમા જુની વાવ હતી.
      ગલતેશ્વ્રર(ગદેલા) મહાદેવંનુ નાનુ સરખું મંદિર હતું. તેની પાસે કુવો,હવાદો હતો.નહાવાનો એક હોજ પણ હતો. તેના અવશેષો આજે પણ મોજુદ છે.
      બેણપ ગામમાં બાવા હરદેવપુરી ની જગ્યા આવેલ છે .જે બાવા ચોરા તરીકે  ઓળખય છે. આ જ્ગ્યા ઉપર ૫૦૦ વર્ષ પહેલા એક સંત શ્રી હરદેવપુરી બાવા આવીને સદર જગ્યા બોડાણાના ચોરા તરીકે ઓળખાતી હતી. તે જગ્યાએ આવીને વસેલા. તેઓ શિવના પરમ ભક્ત હતા.તેમના દ્વારા પુજાયેલ શિવલિંગ  જે આજે પણ ઘસયેલ હાલતમાં બાવાચોરામાં મોજુદ છે .તેઓ ગ્રામજનો સાથે બેસી  સતસંગ કરતા.લોકોને તેમનામાં ખુબજ શ્રધ્ધા અને વિશ્વાસ હતો.
      એક વખત બાપુને ખુબજ તાવ આવેલ અને તે સમય દરમ્યાન ગામ લોકો બાપુ પાસે સતસંગ માટે આવેલ તે વખતે બાપુએ પોતાની ઓઢેલી ગોદડી એક બાજુ મુકી લોકો જોડે સતસંગ કરેલ.પરંતુ બાજુમાં પડેલ ગોદડી થરથર ધ્રુજતી હતી. ગોદડીની હીલચાલ જોઇ લોકો નવાઇ પામ્યા. બાપુએ લોકો સાથે સતસંગ કરવા તાવને પણ એક બાજુમાં મુકી દીધો.જે જોઇને લોકોને બાવા પ્રત્યે અખુટ શ્રધ્ધા બંધાણી .જે ક્ષણવાર માટે તાવને મટાડી શકતા હોયતે કેટ્લી દિવ્ય શક્તિ ધરાવતા હશે ? આથી ગામ લોકોએ બાપને કહ્યુ કે તમો આ તાવને કાયમી દુર કેમ નથી કરતા ? ત્યારે બાપુ એ જણાવેલ કે આ દેહના દંડ કર્મોને આધીન છે અને જે હરેક માનવે ભોગવવાં પડે છે. 

      બેણપગામમાં વસેલા બોડાણા જાતના રાજપુતોમાં જોધાજી બોડાણા મહાન પ્રતાપી અને બળવાન રજપુત થયા." જેની લાઠી તેની ભેસ" અને "બળીયાના બે ભાગ" જેવી કહેવતો પુરવાર કરનાર આ પંથકમાં મહાન અને મશહુર રાજપુત થઇ  ગયા.
                    
  

1 comment: